December 15, 2013

કૌશલ્યોનો ખજાનો, “બાળ-મેળો” મજાનો

કૌશલ્યોનો ખજાનો + “બાળ-મેળો” મજાનો    
"સરદાર બાળમેળો"   

                                    મેળો એટલે  આનંદ જ આનંદ,  મેળો એટલે મજા જ મજા મેળા વિશેની આ વ્યાખ્યા આપણા આપણા સમાજમાં વણાઈ ગઈ છે. બાળકોને મેળો એમ કહો એટલે કે જાણે શાળા પટાંગણના પર્યાવરણમાં હવાની જગ્યાએ બાળકોની ચિચિયારીઓથી ભરાઈ જાય. બાળકોને ભણવું ગમે છે [હા,તમે સાચું જ વાંચ્યું] પણ રમતાં-રમતાં. બાળકોને ભણવું ગમે છે, પણ કોઈ પ્રવૃત્તિ કરતાં-કરતાં. બાળકોને ભણવું ગમે છે- પણ વાતો કરતાં-કરતાં. બાળકોને ભણવું ગમે છે,પણ ખુલ્લા આકાશમાં નીચે વિહરતાં-વિહરતાં.  આપણે સમજીએ છીએ કે બાળક માટે શિક્ષણ કેટલું મહત્વનું છે, પણ આપણે એ નથી જાણતાં કે બાળકોને મન શું મહત્વનું છે? અથવા તો જાણીએ છીએ તો પણ તેને મહત્વ નથી આપતાં. 

આપણે આપણા સમાજમાં બાળહઠવિશેની ઘણી કહેવતોને પણ જાણીએ છીએ. તે મુજબ તો આપણે જ બાળહઠ સામે જુકી તેના મને મહત્વની વસ્તુઓનો ઉપયોગ Teaching Learning Material તરીકે કરી લેવો જ રહ્યો. નહિ તો બાળક આપણને Boring Material ની યાદીમાં નાખી દેશે, અને પછી તો તમે જાણો છો ને કે આપણે આપણી યાદીમાં સમાવિષ્ઠ  Boring લોકો સાથે કેવું વર્તન કરીએ છીએ. અને બધા કહે જ છે ને કે નમે તે સૌને ગમે”, તો આ કહેવતનો લાભ બાળકોની જીદ સામે આપણે કેમ ન લઈએ.??      
'સરદાર"  વિશે 
વાર્તા-ટુચકા - ઉખાણાં  વગેરે  - નીડરતા સ્ટોર 
દેશભક્તિ ગીત -લોકગીત -સંગીત અભિનય ગીત વગેરે -  અડગતા સ્ટોર 
વિવિધ સ્કીલો નો સ્ટોર-  સહનશીલતા સ્ટોર 
કૂકર ખોલ બંધ કરવું 
પંકચર બનાવવું 

ખીલી-સ્ક્રુ ફીટ કરતાં શીખવું 
ચિત્ર- રંગ પૂરવા- કોલાર્જ - ચીટક કામ વગેરે - નિર્ણય સ્ટોર 


"સરદાર" વિશેના જીવન પ્રસંગો - ગુણો - વ્યક્તિત્વ વગેરે - નેતૃત્વ સ્ટોર 


માટીકામ - કુનેહ સ્ટોર 

સરદાર વિશે 
મેળા વિશે 

મેળાના આઉટ્પુટના નમૂનાઓ ...... 









No comments: