June 01, 2014

બાળકોના સર્વાંગી વિકાસનો “હવાલો” જયારે શાળાએ સ્વીકાર્યો છે ત્યારે...

અમારા ધ્વારેથી  Ê
U બાળકોના સર્વાંગી વિકાસનો “હવાલો” જયારે શાળાએ સ્વીકાર્યો છે ત્યારે...

                                   શાળા એ બાળકોનું ઘડતર સ્થાન છે. શાળા પ્રવેશોત્સવ સમયે વાલી ધ્વારા આપાતા વાલી-સર્ટી રૂપી દસ્તાવેજને જો માનવામાં આવે તો શાળામાં દાખલ થતાં જ બાળક એ સમાજની અમાનત રૂપી મિલકત બની જાય છે. બાળક રૂપી આ સંપતિ વાલી/સમાજ શાળા પાસે એ આશાએ જમા કરી જાય છે જેવી  આશાએ આપણે આપણી મૂડી બેંકો અથવા તો અન્ય જગ્યાએ સુરક્ષિત કરાવી આવીએ છીએ. મિત્રો, ફરક માત્ર એટલો જ છે કે આપણે  આપણી મૂડી જમા કરાવતાં સમયે બેંક-મેનેજરને તેમાં વૃદ્ધિ માટેના સારામાં સારા પ્લાન વિશેની અઢળક ચર્ચા કરીએ છીએ. કારણ કે આપણે જેમ બને તેટલાં વધુ સારા પ્રમાણમાં વૃદ્ધિ ઇચ્છીએ છીએ, જયારે વાલી અથવા તો સમાજ પોતાના બાળક માટે વધુ વિકાસ માટે શિક્ષક પાસે કોઈ એવી વિવિધ શૈક્ષણિક પદ્ધત્તિ વિષે ચર્ચા કરતાં જોવાં મળતાં નથી. કદાચ તેનું કારણ એ જ હશે કે વાલીઓ/સમાજ આપણા પર પૂરેપૂરો વિશ્વાસ ધરાવે છે, તેમેને ખાતરી છે કે મારા બાળક માટે તેની શાળા જે કઈ કરશે અથવા તો જેવી કઈ શૈક્ષણિક પદ્ધત્તિ અપનાવશે તે બાળકના હિતમાં અને હિતેછું તરીકે જ અપનાવશે. આપણે સમાજના આપણી ઉપરના આવા અંધ વિશ્વાસનો એકવાર પણ વિચાર કર્યો છે ખરો ? વિચારીએ કે... આપણી મૂડી કોઈના હવાલે કરતી વખતે  આપણે કેટકેટલી તપાસ કરીએ છીએ ?? તો પછી આપણી શાળાના બાળકોના વાલીઓ પ્રત્યે આપણી પણ એટલી તો ફરજ બને જ છે કે, તેમની મૂડીને સુરક્ષિત અને “જ્ઞાન-વૃદ્ધિ” સાથે પરત કરી શકીએ   તેવું વર્ગખંડોમાં આયોજન કરીએ.  આ વાતનો વિચાર કરતાં-કરતાં ચાલો શાળાએ ભૂતકાળમાં ઉજવેલ “પ્રવેશોત્સવો” ને માણીએ.... >>>>> લીંક પર ક્લિક  કરો  > નવાનદીસરના પ્રવેશોત્સવો
લીંક પર ક્લિક  કરો >> "The festival of our commitment towards  society !!

No comments: