August 01, 2014

જીવંત વર્ગખંડ એટલે........


“ જીવંત વર્ગખંડ એટલે........”

મિત્રો, શિક્ષણ મેળવવા માટેનું એક જ સ્થળ અને તે શાળા ! –આવું તો છે જ નહિ ! તો પછી ઘણીવાર પ્રશ્ન થાય છે કે ઘરની ચાર દિવાલો અને વર્ગખંડની ચાર દિવાલો વચ્ચે શું ફરક હોય છે ?? કારણ કે આપણે જાણીએ છીએ કે બાળક તો ઘરેથી અને વધારે વિગતે કહું તો આવતાં-જતાં રસ્તામાં જોવા મળતાં સ્થાન/સ્થિતિ તેમજ પરિસ્થિતિઓ જોડેથી પણ શીખે જ છે. શિક્ષણવિદોનું માનીએ તો “બાળક જે સમયે જે સ્થળે છે, તે સ્થળ તે સમય માટે તે બાળકનો વર્ગખંડ !!!” તો પછી વર્ગખંડો બાળકના શિક્ષણ માટે એવું તો શું કાર્ય કરે છે કે જેને આપણે ખાસ કહી શકીએ ??? અમારા અનુભવો પરથી જો આપણે આપણા વર્ગખંડની કામગીરીની વ્યાખ્યા કરવાની થાય તો વ્યાખ્યા આવી હોય > શાળા વર્ગખંડ એટલે એક એવું સ્થાન જ્યાં બાળકે વિવિધ સમયે વિવિધ સ્થાનો/ વ્યક્તિઓ પાસેથી મેળવેલ જાણકારીને યોગ્ય ક્રમમાં કરે, ખૂટતી /અધુરી જાણકારીની પૂર્તતા કરે, અગલ-અલગ રીતે મેળવેલ જાણકારી વચ્ચે સમન્વય કરાવી વધુ જ્ઞાન માટેની લીંકો શોધી આપે, બાળકના સ્વ-જ્ઞાનને સાચી દિશા આપે, NCF મુજબની બાળકમાંની  જાણકારીની સાથે પૂર્તતા સભરનું માર્ગદર્શન આપે.. મિત્રો, વર્ગખંડનું કાર્ય એક પાનામાં કે એક અંકમાં પણ સમેટાય એટલું સીમિત નથી, ઉપરોક્ત મુદ્દાઓ તો ફક્ત હિમશીલાની ટોચ જ છે. આપ પણ એક્ટીવ વર્ગખંડ વિષે વધુ વિગતો અમારા બ્લોગના માધ્યમ ધ્વારા સમાજ સુધી પહોંચાડી શકો છો.
“ જય શિક્ષણ  “ જય વર્ગખંડ અને તેનો જ પડઘો તે “ જય શિક્ષક”

“જય જય,ગરવી ગુજરાત”

No comments: