November 05, 2014

અમારા ધ્વારેથી...

बाल स्मिताय नम :
                            મિત્રો, શાળા પર્યાવરણ બાળકોથી જ હર્યું ભર્યું લાગે છે, આપણે જો રજાના દિવસે કોઈ કામ અર્થે શાળાએ જઈએ અથવા તો બાળકોના છૂટ્યા પછીના સમયનું શાળા પર્યાવરણનું અવલોકન કરીએ તો આપણને સમજાશે કે બાળકોની હાજરી માત્રથી એક સ્થળ શાળા બની જાય છે, બાકી બાળક વિના તો શાળા પણ સ્થૂળ બની જાય છે. શાળામાં બાળકોના સસ્મિત ચહેરાનું પણ એટલું જ મહત્વ છે. બાળકો ‘હસતાં-હસતાં ભણે’ અને ‘રમતાં-રમતાં ગણે’ તેવું આયોજન પણ આપણા તરફથી હોવું જ જોઈએ. આપણું ઘર હોય કે ઓફિસ, થિયેટર હોય કે બાગ-બગીચા- જો ત્યાંનું વાતાવરણ બિનજરૂરી શિસ્તના નામે ઉભા કરેલ નિયમોના “હાઉ” વડે શણગારેલ હશે તો આપણે કાંતો ત્યાં જવાનું ટાળશું અથવા જો જવું ફરજીયાત હશે તો જેમ બને તેમ કામ પતાવી તે સ્થળ છોડી દેવાના પ્રયત્નમાં હોઈશું. શાળાકીય પર્યાવરણમાં પણ આ વાત સીધેસીધી બેસે છે. શાળાકીય શૈક્ષણિક વર્ગકાર્યની સફળતાની ટકાવારી પણ આ પરિબળ પર વધારે આધાર રાખે છે, ચાલો નવા વર્ષના નજરાણા પેટે શાળાકીય પર્યાવરણમાં બાળકોને એવું કઈંક અનુકુલન કરી આપીએ કે બાળકોના ચહેરો “ઘડીભર” નહિ પણ “ઘડિયાળ-ભર” સ્મિત ચીપકેલું રહે ! “સદાય હસતાં રહેવું એ જો ઈશ્વરની સર્વોપરી ભક્તિ હોય તો પછી સદાય હસાવતાં રહેવું એ તો જાણે ખુદ ઈશ્વર જ બનવું – શાળા પરિવાર તરફથી આપના બાળકોને અગામી "નવીન દ્વિતીય સત્ર" માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ...

No comments: