September 30, 2015

બાળમાનસના વિકાસ માટેનું અમૃત -: રમતો


બાળમાનસના વિકાસ માટેનું અમૃત -: રમતો

                       મિત્રો, રમતો અટેલે શું? -એમ પુછવામાં આવે ત્યારે આપણા મનમાં પહેલાં તો કાલ્પનિક રીતે બે ભાગ પડી જતાં હોય છે ! એક ભાગ વર્ગખંડો અને બીજો ભાગ એટલે રમતના મેદાનો. બાળકોનું  સમય પત્રક પણ આપણી શાળામાં આ  બે ભાગોને ધ્યાનમાં રાખી વહેચાયેલું જોવા મળે છે. સમાજની વૈચારિક માનસિકતાનું પણ જો અધ્યયન કરવામાં આવે તો પણ શાળાકીય રમતોને અભ્યાસક્રમથી અલગ જ રીતે જોવામાં આવે છે, વાલીનો શાળામાં પ્રવેશ પણ પોતાના બાળકની આ ફરિયાદ સાથેનો જ હોય છે કે, “સાહેબ,આ તો ઘેર રમ્યા જ કરે છે ! ચોપડું લઈને બેસતો જ નથી !” ત્યારે આપણને સમજાય છે કે આપણે બાળકોને રમતો માટેની સમય પત્રકમાંની જગ્યા કેટલી સીમિત કરી રહ્યા છીએ. કેટલાંક વાલીઓને મનમાં તો “રમવું” એટલે “ન ભણવું” એવો જ ખ્યાલ ઘર કરી ગયેલો જોવા મળી રહ્યો છે, જ્યારે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ રમવું એટલે રમવું અથવા જો થોડુંક જ  વિસ્તારથી વિચારે તો શારીરિક કસરત ગણી લેવામાં આવે છે. પરંતુ આ જ વાતને થોડીક વિસ્તાર પૂર્વક વિચારવામાં આવે તો રમતોનો બીજો છેડો શારીરિક જ નહિ માનસિક કસરત સાથે જોડાશે ! તે કોઇપણ રમત હોઈ શકે છે ! માટલા ફોડ બાળકને અંતરનો અંદાજ કરવાનું શીખવે. લીંબુ-ચમચીમાં ચાલતી વખતે ચમચી પરના આંચકાને ભૂકંપના આંચકાની સાથે જોડી સમજ આપી શકાય અથવા તો તે સમયે દાંતનું એક સ્પ્રિન્ગ તરીકેનું કાર્ય સમજાવો કે  લીંબુ ગગડી પડવા પાછળ તેના આકાર અંગેની ચર્ચા કરો. કબડ્ડીની બચાવ યુક્તિ  કે ચેસની વ્યુહ રચના ગોઠવવા બાળકને જબરજસ્ત માનસિક કસરત કરવી પડતી હોય છે. આ બધાનો સીધો ફાયદો વર્ગખંડોમાં થતો હોય છે, પરંતુ આનો વધુ ફાયદો ત્યારે જ સંભવ બને છે જ્યારે મેદાનનું શાળાકીય આયોજન વર્ગોમાંના આયોજન સાથે અનિવાર્યતા પૂર્વક જોડવામાં આવે ! એટલે કે આપણું આયોજન એવું હોય કે રમત એ બાળક માટે તો રમત જ રહે પણ, આપણા માટે તો તે બાળ-વિકાસના હેતુ માટેની તક હોય !! ચાલો આ દિશામાં તો હજુ અમારે પણ ઘણું વિચારવાનું બાકી છે, ત્યાં આ વિશેના તમારા વિચારો અમને મળશે તેવી આશા સાથે.... આગળ વધીએ !!!  

1 comment:

Unknown said...

Khub j sundar...Mary....wah..,.shbdo ochha PDE...

Aapni school mate....many many Cong....