January 08, 2016

ગુણોત્સવ -૬


બાળકોમાં વિકસેલ ગુણનો ઊત્સવ – ગુણોત્સવ !!!
ગુણોત્સવના દિવસે જ ખબર પડે કે આ વખત સ્વ-મુલ્યાંકન કરવાનું છે.
પ્રાર્થના સંમેલન પછી મળેલી બે-ત્રણ મીનીટસમાં જ નક્કી કરાયું કે આપણે એસ.એમ.સી.ના સભ્યોની હાજરીમાં આપેલી ફ્રેમની ચિઠ્ઠી ઉપાડથી ફ્રેમ પસંદ કરીશું. દરેકને પોત પોતાની જવાબદારી બોર્ડ વર્કથી એસાઈન થયેલી જ હતી. આખરે વિદ્યાર્થીઓ જે ઉત્સવની છેલ્લા દસ દિવસથી ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખી તૈયારી કરતા હતા તેમના ઉત્સાહને નિરાશામાં ન જ ફેરવવા દેવાય. અને જાણે આખી ટીમ નવાનદીસર પોતે જ બાહ્ય મુલ્યાંકનકારની જેમ વિદ્યાર્થીઓની કસોટીમાં લાગી ગઈ. ગુણોત્સવની પૂર્વ તૈયારીરૂપે – ફ્રી ઝોન મીટીંગ (અમસ્તા વાતો વાતોમાં થતી ચર્ચામાં એ દિવસે આવનાર મહેમાનની હાજરીમાં નવીન બનેલ કિચનનું ઉદઘાટન થાય તેવું નક્કી થયું હતું. હવે, પ્રશ્ન હતો કે એ ઉદઘાટન કરનાર હાથ કોના હોય ? એક ઉકેલ તો એસ.એમ.સી. પૈકીના કોઈ સભ્ય કરે તે હતો જ.. પણ અચાનક થયું કે જેમના માટે આ કિચન બન્યું છે – એમના પૈકી જ કોઈક ઉદઘાટન કરે તો !
નાગરિક ઘડતર પ્રવૃત્તિ હેઠળ ટીમ લીડર દિવ્યા મહેરાના નામ પર નજર ઠરી. 
                     ગુણોત્સવ ના દિવસે બાહ્ય મૂલ્યાંકનકાર તરીકે ગાંધીનગરથી કોઈક આવશે તેવું બાળકોને કહ્યું તો કેટલાકે અમને સીધું ચોપડાવ્યું, “ કોઈ નહિ આવે...તમે ખાલી કહો છો !” આ ખાલી કહો છો ની ખાલી જગ્યા ભરવા જી.સી.ઈ.આર.ટી.ની મોનીટરીંગ ટીમમાં ડો.સંજયભાઈ ત્રિવેદી અને ડો. નીતિનભાઈ દલવાડી આવ્યા. તેમને માત્ર ચકાસણી જ નહિ પણ બાળકો સાથે અન્ય પ્રવૃતિઓની પણ ચર્ચા કરી. દિવસના અંતે “આજે કેવું રહ્યું?” નો જવાબ ઘણો લાંબો અપાતો હતો. એમાં કોણે કયા વિકલ્પમાં ગરબડ કરી હતી થી માંડી કોણે બીજા પ્રશ્નનો જવાબ ત્રીજામાં અને ત્રીજાનો ચોથામાં ટીક કર્યો...કોના ચકરડા પરિઘની બહાર ગયા – કેટલા પ્રશ્નમાં એવું થયું.. જેવી વાતો એ અમને દર્પણ દેખાડી દીધું..
હવે, બીજું દર્પણ બતાવશે તેનું પરિણામ ! ત્યાં સુધી આ પળોને માણીએ...
ગુણોત્સવ દરમ્યાન સરપ્રાઈઝ વિઝીટ કરતી રાજ્યની ટીમ [ GCERT, ગાંધીનગર]
Nitinbhai Dalvadi sir
Sanjaybhai Treevedi Sir





શાળામાં બનેલ નવીન મધ્યાહન ભોજન રસોડાનું ઉદઘાટન કરતી ધોરણ-૮ માં ભણતી અમારી દિકરી  દિવ્યા મહેરા 


No comments: