July 31, 2016

ધોરણ પહેલું-: શરૂઆતમાં ફક્ત એક્શન-પછી પરફેક્શનનો આગ્રહ !!


ધોરણ પહેલું-: શરૂઆતમાં ફક્ત એક્શન-પછી પરફેક્શનનો આગ્રહ !!
નિસરણીમાંના પગથિયાંમાં સૌથી વધારે મહત્વનું પગથીયું કયું ? 
                     – એવો જયારે કોઈ પ્રશ્ન કરે ત્યારે આપણો જવાબ હોય છે કે - અરે ! આવો તો કોઈ પ્રશ્ન હોય બધા જ પગથિયાં સરખું જ મહત્વ ધરાવતાં હોય છે . કોઇપણ પગથિયું કાચું પડે એટલે સમજો કે તે નિસરણી પરથી સીધા જ નીચે ! માટે બધા જ પગથીયાં મહત્વનાં કહેવાય – વાત પણ સાચી. પરંતુ જો તમને કોઈ એવું પુછે કે નિસરણી પરના કયા પગથીયાં પર સૌથી વધારે પ્રયત્ન બળ લગાડવું પડે? – ત્યારે અમારો અને કદાચ આપણા સૌનો જવાબ એ જ હોય કે – પ્રથમ પગથીયે જ સ્તો ! હવે વ્યવહારિક જીવનનું બીજું ઉદાહરણ -
 તમારા વ્હીકલને ગતિમાન કરવાની વાત હોય ત્યારે કયા નંબરના ગીયરમાં સૌથી વધારે ઉર્જા વપરાય છે? 
                -ત્યારે પણ આપણો જવાબ હોય છે- પ્રથમ ! કોઈ પણ વસ્તુને ગતિમાન કરવાની તમામ બાબતોમાં બળ લગાડવા માટેના નિયમોમાં એક સમાનતા એ જ હોય છે કે “શરૂઆતમાં વધારે બળ/ઉર્જાની જરૂર પડે જ !” તો બાળકોને શૈક્ષણિક પ્રક્રિયામાં ગતિમાન કરવા માટે અલગ નિયમ ન જ ! માટે શૈક્ષણિક પ્રવાસમાં સૌથી વધારે મહત્વનું છે તેનું પહેલું ધોરણ અને તેમાં પણ વધારે મહત્વનું છે તેની શરૂઆતનો સમય ! કે જે અત્યારે ચાલી રહ્યો છે ! મિત્રો, હવે કદાચ દલીલ એ પણ થશે કે બાળક પગથીયું કે એન્જીન તો નથી જ કે તેના પર આજે  આપણે વધારે પ્રયત્ન બળ લગાડીશું તો આજે જ બાળકની ગતિમાં વધારો થશે ! હા,તે વાત પણ સાચી ! પરંતુ આપણો પ્રયત્ન રહેવો જોઈએ કે તે જેમ બને તેમ ઝડપથી ગતિ પકડે. તે માટે આપણે રંગભૂમિનો અભિનય માટેનો એ નિયમ અનુસરવો જરૂરી છે કે - પહેલાં એકશન એટલે કે અભિનય પર ધ્યાન અને પછી જયારે એક્શન ગતિ પકડે પછી અભિનયના પરફેક્શન પર ફોકસ કરવો ! એકવાર આ નિયમને  અનુસરીશું - વર્ગખંડોરૂપી રંગભૂમિને તેની અનુકળતા મુજબની સર્જીશું - પ્રમાણિક પ્રયત્ન કરીશું લઈશું - તો આપણા પહેલાં ધોરણના બાળ-હીરોઝને એક્શનમાં આવતાં અને ત્યારબાદ તેની એકશનમાં પરફેક્શન આવતાં બહુ સમય નહિ જાય ! બસ જરૂરી છે કે તે માટેનો પ્રયત્ન ધૈર્યયુંકત અને પ્રમાણ મુજબનો - સાચી દિશામાં હોય !!! 

2 comments:

Mahesh R MACWANa. CRC. Petalad. Anand. District said...

તમારી વાત ખુબ સુંદર હું આજ શ્રધ્ધા ધરાવું છું
છોડ નાનો હોય ત્યારેજ પાણી આપવું પડે મોટો થાય બાદ જમીનમાંથી. જાતે મેળવી લે. પણ તમે જુઓ આપણા દરેક કાર્યક્રમ. 1 થી 4ને તો મહત્વ જ નથી તું. બાય સેગ. 5 થિ શરૂ જ્ઞાનકુંજ 5 થિ શરૂ. કોમ્પ્યુ લેબ ઘો 5થી. માટે આપણા બાળકો વાંચી શકતા નથી. પછી ઉપરનું બધું નકામું વાંચન પ્રથમ પગથિયું છે. ત્યાંજ સૌથી વધુ શક્તિ જરૂર છે સમસ્યા ખુબ મોટી છે પણ ચિંતા અને ફરિયાદો વધુ થઈ છે. પણ સાચી દિશાના પ્રયત્નો નથી થયા. 2 મહિના વહેલા બોલાવવાથી. વાંચન માત્ર આંકડામાંજ સુધરે. વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપાયની જરૂર છે. પહેલા બાળકને લખતા આવડતું ન હતું. મારા માતા પિતા. ધો.1 અને 6 સુધીનો અભ્યાસ વાંચી સરસ શકે. પણ લેખન ના આવડે તે વખતે લેખનના સાધનોનો અભાવ માટે જ ગાંધીબાપુ અને સરદારના અક્ષરો ખરાબ હતા

रोपडा प्राथमिक शाला said...

सही पकड़े। हमारे देश की शिक्षा व्यवस्थामें सुधार आवश्यक है। लेकिन प्रथम से चौथी कक्षा के छात्रो को पढ़ाने से ज्यादा उन्हें समझने के लिए शिक्षको की तालीम का कार्यक्रम बनाना चाहिए।