March 22, 2011

એકલવ્ય

જોઈને જ સમજી જવાય તેવું આ "નાટક દર્શન" છે અને અમારા બાળકોનો પ્રયત્ન પણ તેટલો જ અસરકારક છે !  તમારા બાળકો આ ફોટોગ્રાફ્સ ફક્ત જોશે તો પણ એકમને પૂરેપૂરો જાણી લેશે તેવું અમે માનીએ છીએ,  વિચારો કે જે વસ્તુ જોવાથી આટલું સરળતાથી સમજી શકાતું હોય તો તેને જાતે ભજવીને અનુભવવાથી  કેટલું સરળ રીતે સમજી /શીખી શકાય !!!!
સાથે-સાથે  એ પણ જોઈ શકો છો કે નાટકમાં બાળકોની વેશભૂષામાં તમામ એવી જ  વસ્તુઓનો ઉપયોગ કર્યો છે દરેક શાળામાં અથવા તો બાળકની આસપાસ સરળતાથી મળી શકે.
???????
?????????
 ???????
??????????
 ????????
???????
 ?????????
 ?????????????
???????????

[ વેશભૂષામાંથી એક પણ વસ્તુ એવી બતાવો કે જે તમે  અથવા તો તમારા બાળકો શાળામાં ઉપલબ્ધ ન કરી શકે!!!!]

March 17, 2011

શાકભાજીનો રાજા કોણ ?

આપણી  સામાજીક મનોરંજન વ્યવસ્થા સાથે રામલીલા,કઠપૂતળી ,ભવાઈ,શેરીનાટકો વગેરે હજારો વર્ષોથી જોડાયેલા છે. જેનો ક્રમશઃ વિકાસ પણ થઇ રહ્યો છે. જેનું સ્થાન આજે મોટેભાગે સિનેમાઘરોએ લીધું છે, સિનેમા પણ એક નાટકનું જ સ્વરૂપ છે, આજના ઝડપી યુગમાં કદાચ લોકોને કલાકારોની નાટકની ભજવણીના સમયે જોવાનો સમય ન હોય તો નિર્માતા તે નાટકની ભજવણીનું રેકોર્ડીંગ કરી તેની પ્રિન્ટ સિનેમા-ઘરો  સુધી અથવા તો તેની કેસેટ આપણા ત્યાં સુધી પહોંચતી કરે તેનું નામ "સિનેમા ઉદ્યોગ"!!! નાટક, ભવાઈ વગેરે  મનોરંજન અને સાથે-સાથે સામાજીક રીત રીવાજો અથવા તો અન્ય કોઈ પણ  જ્ઞાતિ,જાતિ,સમાજ કે રાજ્યમાં ઘર કરી ગયેલ કુપ્રથા/દુષણ સામે  લોકોને  ઉજાગર કરવાનું સાધન ગણાય છે.તમે વિચારોને કે હજારો અને લાખો વર્ષોથી ચાલી આવતી આ નાટક,ભવાઈ,રામલીલા વગેરેમાં  એવું  કઈંક તો હશે જ ને કે જેના કારણે આ બધું આજદિન સુધી  જીવંત છે અને સાથે-સાથે તેનો અન્ય સ્વરૂપમાં વિકાસ પણ થઇ રહ્યો છે,અમે માનીએ છીએ કે આ માટેનું  કારણ તેની લોકો પરની સચોટ "અસરકારકતા" જ હોઈ શકે છે. આવી જ એક ભવાઈ કરી [ભજવી ] અમારા બાળકોએ જે નીચે  જોઈ સમજી શકીએ છીએ....... 
અમારી નાનકડી "schoolywood" ના અભિનય સમ્રાટો 
અમારા બાળકો વિવિધ શાકભાજીના વેશમાં ...
"અરે સાહેબ, મારી વાડીના શાકભાજી એવા વિવાદમાં પડ્યા છે કે,આપણામાંથી રાજા કોણ?-રામજીકાકા 
"અમારી જાત દરેક શાકમાં ભળે,અમારી ટામેટાની જાતમાંથી ચુંટણીમાં હું ઉભો છું"- ટપુ ટામેટો 
"રાજા કે રંક,અમે બધાને સંગ, હું છું ડુંડીબહેન ડુંગળી-તમારો મત મને જ આપજો "
"શાક અમારૂ બને રસદાર માટે અમને બનાવો રાજા"-હું છું રામૂ રીંગણ 
"બધી જ જગ્યાએ અને બધા જ પ્રસંગમાં મારૂ શાક તો હોય જ !-બચૂ બટાકો  
"અમને ખાઓ લીલા કે સૂકા,કાઢી નાખીએ ભલભલાના ભૂકા- હું છું મધુ મરદ "
મતદાન થઇ જવા દો પછી ખબર પડશે -રંગલો 

આમ તો કહેવત છે કે "જો તન્દુરસ્તી રાખવી હોય તાજી, તો ખાવા જોઈએ બધા જ શાકભાજી" પણ હવે શાકભાજીના રાજા માટેની ચુંટણી થઇ છે તો પરિણામ તો આવશે જ પણ....  
[તમારા મતે શાકભાજીનો  રાજા કોણ હોઈ શકે? કોમેન્ટમાં જરૂર લખજો]

March 12, 2011

નાટક- માણસ પરખાય વાણીથી

પ્રાથમિકશાળામાં બાળકોની  કક્ષાએ નાટકમાં જરૂરી છે 
"presentation"  નહી કે  "perfection"

આપણે કોઈ પણ કામ કરીએ તો તે પરફેક્ટ જ હોવું જોઈએ.
              - આ વાક્ય આમ તો જીવનમાં અનુસરવા જેવું છે,પણ કેટલીક બાબતો આમાં અપવાદરૂપ હોય છે. જેમ કે  જો તમે તમારા વર્ગખંડમાંના બાળકો ધ્વારા કોઈ બાળ-નાટક કરાવવા માગતા હો તો ઉપરના વાક્યને પહેલા તો વાળીને ખિસ્સામાં મૂકી દેજો. બાળકો રોલ ભજવે તે પરફેક્ટ હોવો જોઈએ , બાળકોની વેશભૂષા પરફેક્ટ હોવા જોઈએ. આવું બધું પરફેક્ટ જ થવું જોઈએ નહી તો નાટકનો શું અર્થ? એમ વિચારીને આપણે નાટક પદ્ધતિનો ઉપયોગ કરવાનું  ટાળીએ છીએ, અને પરિણામે પરોક્ષ રીતે બાળકોમાં રહેલ અભિનય કૌશલ્યનું બાળ-મરણ કરીએ છીએ.[કેટલીક વાર તો મારાથી નહી થાય  અમારી શાળાએ ભજવેલ નાટકોમાં તમે જોશો કે બાળકોએ કરેલ વેશભૂષામાં ઉપયોગ કરેલ તમામ વસ્તુઓ મોટેભાગે આપણી શાળામાં અને બાળકોના ઘરે હાથ વગી હોય તેવી જ છે. અને જ્યાં અમને જે જગ્યાએ કોઈ ન મળેલ ચીજ વસ્તુની ઉણપ લાગી છે ત્યાં અમારૂ કામ “પીળા કલરની નેઈમ પ્લેટોએ પુરૂ કરી દીધું છે, બાળકો તો કોઈ બાળક પર “સાધુ-મહાત્મા” લખેલું વાંચશે પછી ભલેને દાઢી કે માળા ન હોય તો પણ પ્રેક્ષકોની નજરમાં તો “સાધુ-મહાત્મા’નું ચિત્ર ખડું થઇ જ જશે. તમે ફોટોગ્રાફ્સમાં જ જૂઓને કે બાળકોએ કરેલી વેશભૂષામાં વાપરેલ વસ્તુઓ શું તમારી શાળામાં કે બાળકો પાસેથી ન મળી રહે? સાચું કહું તો આ બાળકોને ચીજવસ્તુઓની અમે યાદી જ આપી હતી અને જે વસ્તુઓ બાળકોને ન મળી તેની ખોટ પૂરી કરવા અમે નેઈમ પ્લેટોનો જ  ઉપયોગ કર્યો છે. 
એક ઝાડ નીચે એક અંધ સાધુ-મહાત્મા બેઠા હતા...........
સાધુ મહાત્મા પાસેથી પસાર થતા બે ચોર.......................
"અરે એય સાધુડા! તે અહીંથી કોઈને ભાગી  જતાં જોયો કે ??- સિપાહીઓ  
"મહારાજ, અહીંથી હમણાં કોઈ ગયું કે ? - દિવાનજી 
"પ્રણામ", સાધુમહાત્મા ,હમણાં  અહીંથી કોઈ ગયું કે?- રાજા 
અમારી ધોરણ-૩ની ટીમ  [કેપ્ટન સાથે]

અમારા બાળકોનો પ્રયત્ન તમને કેવો લાગ્યો ? 
[કોમેન્ટમાં ચોક્કસ લખજો]

March 09, 2011

આપણા મનોમંથન માટે-Wash your Ideas!!

· બાળકોમાં ચિરસ્થાયી શિક્ષણ આપતી,પરંતુ કોઈ કારણસર આપણી પ્રાથમિક શાળાઓની શિક્ષણ પદ્ધતિમાંથી અલિપ્ત થઇ રહેલી નાટક પદ્ધતિ” માટે કંઈક તો વિચાર કરીએ !!!!

નાટક: શાકભાજીનો રાજા કોણ?-નું એક દ્રશ્ય 
       થોડાક વર્ષો પહેલાની જો વાત કરીએ તો નાટક એ સમાજ જીવનનું એક અંગ ગણાતું હતું, ગામે-ગામ નાટક મંડળીઓ અને નાટકો ધ્વારા લોકોના મનોરંજન કરાતા,નાટકો ધ્વારા છોડાયેલ સંદેશ ખૂબ જ અસરકારક હોઈ સરકારશ્રીઓ પણ લોકજાગૃતિનું માધ્યમ તરીકે ગણા કાર્યક્રમોમાં નાટક મંડળીઓનો ઉપયોગ કરતી. નાટક ધ્વારા મેળવેલ શિક્ષણ એ અનુભવેલું શિક્ષણ ગણાય છે, તમે જો બાળપણમાં કદાચ જો નાટકમાં કોઈ રોલ ભજવ્યો હશે તો તે તમારા માનસપટ પર આજ દિન સુધી તાજું હશે, અરે!તમારા સાથીદારના ડાયલોગ પણ કદાચ તમને યાદ હશે. કારણ એક જ છે કે અનુભવેલું જિંદગીભર યાદ રહે છે. આપણા પ્રાથમિક શિક્ષણના ઘણા વિષયો અને તેમાંના એકમો એવા છે કે જેમાં નાટક પદ્ધતિ જ અસરકાર રીતે તે એકમ બાળકને શીખી શકે છે,પરંતુ આપણે તેવા એકમોને ચર્ચા કે વાર્તા પદ્ધતિ ધ્વારા પૂરો કરી કામ કર્યાનો સંતોષ માની લઈએ છીએ.અત્યારે  શિક્ષણમાં નાટક પદ્ધતિનો ઉપયોગ કેટલા ટકા થાય છે તે તમારે જાણવું હોય તો તમારી આજુબાજુની ૧૦ શાળાઓનું નિરીક્ષણ કરી ગુણ્યા દસ કરી ટકાવારી કરી જોજો !
ધોરણ-: ૩ "માણસ પરખાય વાણીથી " નું એક દ્રશ્ય .......
કોણ કહે છે કે પાથરણું ફક્ત બેસવાના જ કામમાં આવે છે? કેટલીકવાર તે પહેરવાના કામમાં પણ આવે છે..
ધોરણ-: ૫ "એકલવ્ય" નું એક દ્રશ્ય..


શું બાળકોને નાટક જોવું ગમતું હશે? નાટક ભજવવું ગમતું હશે? તમે ભજવેલ નાટક તમને યાદ છે ?
[ કોમેન્ટમાં લખો]

March 01, 2011

T.L.M -વસ્તુમાં નહિ પણ,આપણા મગજમાં હોય છે!

M ભીંત પર લટકાવેલ  હાર્ડબોર્ડ એટલે જ T.L.M., આવું અન્ય કેટલાક લોકોની જેમ તમે પણ નથી વિચારતાને????

અમારા બાળકો-ઘેટાં વિશે જાણવા ઘેટાંની વચ્ચે 
                                                    બાળકોને જ્યારે પણ કોઈ મુદ્દો સરળતાથી શીખવવો હોય કે તરત જ આપણને યાદ આવે છે T. L. M. કારણ કે અસરકારક T. L. M. આપણી મહેનતને ઓછી અને પરિણામને વધારી આપતું મોટામાં મોટું મદદનીશ છે. અમે તો માનીએ છીએ કે T. L. M. એ બાળક અને શૈક્ષણિકમુદ્દા વચ્ચે સેતુનું કામ કરે છે. પણ લાચારી એ વાતની છે કે જ્યારે પણ આપણે T. L. M.ને યાદ કરીએ છીએ, આપણી નજર જાય છે વર્ગખંડની ભીંત પર! કેમ કે આપણે T. L. M.ની વ્યાખ્યા જ સંકુચિત બનાવી દીધી છે.            
T.L.M. એટલે શું?
                                             ૫૦૦/-ની ગ્રાન્ટમાંથી [કદાચ સ્વનિર્મિત] બનાવેલ શૈક્ષણિક સાધન એટલે જ T. L. M., એવો ભાસ આપણે [અને કદાચ આપણા માર્ગદર્શકોએ] ઉભો કરી દીધો છે. પરિણામે આપણે બાળકના મોટામાં મોટા T. L. M. એવા તેની આસપાસના પર્યાવરણ/સામાજિકતા/વ્યવહાર/વ્યવસાયો વગેરનો ઉપયોગ કરવાનું ભૂલી આપણે આપણા વર્ગખંડોની કહેવાતી ક્રિયાત્મક દીવાલો પર જ મદાર રાખીએ છીએ.
ü  તમે ક્યારેય પર્યાવરણમાં બાળકના માર્ગદર્શન માટે  શાળાની આસપાસનો ઉપયોગ કર્યો છે?
ü  તમે તમારા ગામમાંના સમાજનિર્મિત T. L. M.નો ઉપયોગ કર્યો છે ખરો?
ü  તમે તમારી આસપાસના વ્યવસાયકારો નિર્મિત T. L. M.નો ઉપયોગ કર્યો છે ખરો?
અમારી શાળા માને છે કે શાળાની બહાર T. L. M. ડગલેપગલે નજરે પડશે, જો તે નજરથી તમે જોવા માટે તૈયાર હશો તો જ!!!
અમારા પ્રજ્ઞા-શિક્ષકશ્રીની આવી જ શૈક્ષણિક નજરને કારણે “ઘેટું” પ્રાણીના રહેઠાણ-ઉપયોગ વગેરે મુદ્દાઓ  વિશે બાળકોને સમજ આપવા માટેનું એક T. L. M. મળ્યું અને શિક્ષણના લાલચુ આમારા તે શિક્ષકશ્રી તેનો કેવો ઉપયોગ કર્યો તે તમે કેમેરાની સાથે ચાલતા ચાલતા જોઈ શકો છો.પણ ધ્યાન રાખજો કે તમને પગમાં કાંટો ન વાગે, અમારા શિક્ષક-મિત્રો અને બાળકો તો ટેવાઈ ગયા છે.
અમારા એક દિવસના શિક્ષક -"કાતરીયા
[ઘેટાનું ઉન ઉતારનાર]
Ýગુજરાતમાં ઘણી જગ્યાએ  તેમને "લાવા" તરીકે પણ ઓળખે છે.Ý
ઘેંટાના ઘરે જઇને જ ઘેંટાના  રહેઠાણનો અનુભવ- 
ઉનનું નિદર્શન અને સ્પર્શાનુભવ પણ !!!!!
કાતરેલ ઉન -ક્યાં અને શા માટે જશે? તેની પ્રાથમિક સમજ  
ઘેંટા અને બાળકો -પછી મસ્તી તો હોય જ ને !
આપણને શિયાળામાં ઠંડી સામે રક્ષણ આપતા Ýઆવા ગરમ કપડાં આવા  ઉનમાંથી જ બને છે, કેવી રીતે? તેની પ્રાથમિક સમજ ... 
Ý"ચાલો ઘેટું બનાવીએ"Ý
  
Þબાળકોનો  પ્રયત્ન  અને શિક્ષકશ્રીનું માર્ગદર્શન,  પરિણામ તમારી સામે નીચેના ફોટોગ્રાફમાંÞ
 હવે,તમે જ કહો કે, T. L. M.ની  સ્વનિર્મિતતા વધારે  જરૂરી છે કે T. L. M.ની અસરકારકતા ?
[કોમેન્ટમાં લખો]

શું કરીશું વર્ગખંડમાં? -મજૂરી કે મહેનત?


6 
વર્ગખંડોમાં મજૂરી નહી પણ, મહેનત કરીએ

પહેલા તો આપણે “મજૂરી” અને “મહેનત”ની વ્યાખ્યા સમજીએ.
કોઇ કાર્યનું પરિણામ મેળવવા માટે ધાર્યાં કરતાંય વધારે માનસિક કે શારીરિક પ્રક્રિયા કરવી કે કરાવવી પડે એટલે “મજૂરી” ,પણ તે જ કાર્યનું પુરેપુરૂ પરિણામ ઓછી પ્રક્રિયાએ પરિપૂર્ણ થઇ જાય તો તે માટે કરેલ પ્રક્રિયાને માટે આપણે “મહેનત” શબ્દનો પ્રયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે ....
આપણી શાળામાં x નામના શિક્ષકશ્રીએ બાળકોને કોઈ એકમ શિખવવા માટે અમુક દિવસ સુધી પ્રક્રિયા હાથ ધરી અને છતાં પણ તેઓ બાળકોમાં અથવા તો બધા જ બાળકોમાં  સારૂ પરિણામ ન મેળવી શક્યા.
બીજા y નામના શિક્ષકશ્રીએ તે જ બાળકોને તે એકમ અન્ય કોઈ રીતે ઓછા સમયમાં શીખવી વધુ સારૂ પરિણામ મેળવે છે.
હવે  તમે જ કહો આમાં કોણે મહેનત કરી અને કોણે મજૂરી કરી કહેવાય ?
તમે કદાચ એમ પણ કહેશો કે ભાઈ x એ પણ તે બાળકો માટે મહેનત તો કરી કહેવાય જ ને? પણ ના ! કેમ કે વધુ પરિશ્રમ અને ઓછું વળતર એ મજૂરી ની વ્યાખ્યા બને છે તે તમે તમારા આસપાસના સામાજીક વ્યહવારમાં જોતાં હશો.
જ્યારે તમે કોઈ કાર્ય માટે પરિશ્રમ કરો છો અને તે ખૂબ જ [૧૦૦%] સફળ થાય છે ત્યારે બધા તમને શાબાશી આપતા “આ કામ માટે ફલાણાભાઈએ ખૂબ મહેનત કરી હતી” એવો શબ્દ-પ્રયોગ કરવામાં આવે છે.    ટુંકમાં કહીએ તો...
મજૂરી= વધારે પરિશ્રમે ઓછું પરિણામ [વળતર]   મહેનત= ઓછા પરિશ્રમે વધારે પરિણામ [વળતર] 

ü  હવે આપણે વિચારીએ કે બાળકોને કોઈ પણ વિષયવસ્તુ શીખવવા આપણે શું કરીએ છીએ?

હા આપણે આપણા વર્ગખંડમાંના બાળકોમાં ૬૦%ની આસપાસના બાળકોને કોઈ વિષય વસ્તુ શીખવવામાં સફળ થઈએ તો તે વિષયવસ્તુ માટે કરેલ પરિશ્રમ ૬૦%બાળકો માટેની “મહેનત” ગણાશે પણ બાકીના ૪૦%માટે તમારો પરિશ્રમ શું બની જશે મહેનત કે મજૂરી?
             અમે એવું કહેવા માગીએ છીએ કે મહેનતુ નહી સ્માર્ટ બનીએ  [એટલે કે કોઈ કામમાં વધારે પરિશ્રમ કરવાવાળા નહી પણ બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી જે તે કામને સરળ બનાવી દેનાર બનો] તમારા ઘણા જ પ્રયત્નો પછી બાળક શીખશે જ પણ જો તમે તેને શીખવવાની પ્રક્રિયામાં પોતાની સુઝબુઝ ઉમેરી એવી પ્રવૃત્તિ અને પદ્ધતિઓ અમલમાં મુકો કે જેમાં તમારૂ કામ સરળ બની જશે. ખરેખર તો બાળકને કોઈ એકમ શીખવવા માટે મહેનત કરતા પણ વધારે મહત્વનું છે તે માટેનું આયોજન. અબ આપ કો હર બાર ડેમો દેના પડતા હેં .....દાખલા તરીકે તમારા જ ગામમાં નાનામાં નાના દરજીને ત્યાં જાઓ અને પૂછો કે તમે શર્ટ કે ફ્રોક સીવવાની પ્રક્રિયામાં વધારે સમય,ધ્યાન અને ચીવટ શેમાં રાખશો, કાપડના કટિંગ સમયે કે સિલાઈકામ સમયે?[ સાચે જ પૂછજો અને દરજીના સરનામા સાથે અમારા બ્લોગ પર કોમેન્ટમાં જવાબ લખજો]  જો તે કાપડના કટિંગ માટે ઓછો સમય ફાળવી અને ઉતાવળ કરે અથવા તો ચીવટ ન રાખે તો તેને સિલાઈકામ વખતે વધારે કેટલી બધી મહેનત[મજૂરી] કરવી પડે તે દરજીના મુખે જ સાંભળજો. હવે તમે તમામ વ્યવસાયકારોની કાર્યપદ્ધતિ વિશે વિચારો –તેઓને કયા કામમાં વધારે મહેનત અને ચીવટની જરૂર પડતી હશે? કાર્યમાં કે તે કાર્યના પૂર્વ આયોજનમાં? જો આપણી શાળાઓની વાત કરીએ તો.....................
·         શું આપણે એકમો શિખવવા માટેનું પૂર્વઆયોજન કરીએ છીએ?
·         શું તેમાં આપણે વર્ગખંડની અંદર-બહારની મહત્વની બાબતોનું ધ્યાન રાખીએ છીએ?
·         શું આપણી પાસે તે એકમોનું માપ [જરૂરી મહત્વના મુદ્દાઓ] હોય છે?
·         શું તે એકમ જેને શીખવવાનો છે તે બાળકોનું માપની  [એકમ માટેની બાળકોની સજ્જતા] જાણ આપણને હોય છે?
હવે કોઈ વ્યવસાયકારને પૂછી જો-જો કે આ ઉપરોક્ત માપ સાથે આપણે આપણા શિક્ષકના વ્યવસાયમાં સફળ થઈશું ખરા?

ï      કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખીશું “એકમના પૂર્વ-આયોજનમાં”

·         શું શીખવવાનું છે? – શૈક્ષણિક મુદ્દો
·         શા માટે શીખવવાનું છે? – શૈક્ષણિક હેતુ
·         કેવી રીતે શીખવવાનું છે? – શૈક્ષણિક પદ્ધતિ
·         ક્યાંથી શીખવવાનું છે? – સ્રોત