March 23, 2013

कुछ पल तो गुजारीये ...



कुछ पल तो गुजारीये इतिहास में...!

 ઈતિહાસ વિષય એટલે ‘માહિતી’ – એવા ડર થી થથરી થથરીને મોટી થયેલી પેઢી ક્યાં સુધી આગામી પેઢીને પણ એ જ રીતે ડરાવતી રહેશે ?[!]
              એવામાં કાનમાં એક ઘેઘૂર-ગૌરવપૂર્ણ અવાજ કહે કે, “कुछ दिन तो गुजारीये इतिहास में... અને એક શનિવારે कुछ दिन तो તો નહિ પણ “ कुछ पल  ઈતિહાસ જીવવા અમે નીકળી પડ્યા... “ રત્નેશ્વર  તરફ – પહેલા એક વખત તમે રત્નેશ્વરને જોઈ ચુક્યા છો !..નહિ ? તો જોવા માટે અહીં ક્લિક કરો.રત્નેશ્વરની ભવ્યતા
આ વખતે જરા આયોજન જુદું હતું...તે મુજબ – રતેન્શ્વરમાં

·        સ્થળ પર ઉપલબ્ધ લેખિત સામગ્રી ને નોધવી.
·        આખા સ્થળનો એક સ્કેચ બનાવવો.
·        જુના પથ્થરો પર થયેલી કોતરણીની કાગળ-પેન્સિલ વડે છાપ ઉપસાવવી. (જે નિષ્ફળ રહી એટલે તેના ફક્ત ડ્રોઈંગ બનાવ્યા)
·        તેના શીલ્પોને આધારે તે સમયના લોકજીવન અને માન્યતાઓનો ક્યાસ કાઢવો.
·        તે સમયમાં વપરાતા સંસાધનો વગેરેની કોઈ ‘હિન્ટ મળે છે કે કેમ ? તે જોવું.
·        જુદા જુદા શિલ્પો ના સ્કેચ બનાવી લેવા.

                                                   
             આ સિવાય બીજું મુલાકાત સ્થળ હતું – ટુવા. હા, એ જ ગરમ-ઠંડા પાણીના કુંડ છે તે !ત્યાં ગયા પછી સાથે લીધેલ પેન્સિલ-કાગળ પર હાથ અજમાવવાનું નક્કી થયું...

·        કેટલા કુંડ છે ?
·        તે પૈકી ગરમ કેટલા અને ઠંડા કેટલા ?
·        દરેક કુંડ કઈ જગ્યાએ છે – તે ઠંડો છે કે ગરમ તેનો નકશો તૈયાર કરો. (વિધાર્થીઓએ બરાબર વચ્ચે થી કુંડને વહેચી – બે ટીમમાં કામ શરૂ કર્યું અને શાળામાં પહોંચી તેના પરથી એક નકશો તૈયાર કર્યો.)
·        ભીમની ચોરી પર બેસી – આ પ્રકારના સ્થળ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા હશે ? –તેની ચર્ચા થઇ.
·        ત્યાં મંદિરને ફરતે મોટા મોટા પથ્થરો છે – નજીક જોઇને જોયું તો બધા પથ્થરો ઈટ આકારમાં હતા...વિચારમાં પડી જવાયું કે વર્ષો પહેલા આ રીતે આટલા ભારેખમ પથ્થરોને આ રીતે ગોઠવવા એમને કઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હશે ?

                   છેલ્લે શીમળાના ઝાડની છાલ અને એક ફૂલ લઇ...અંતકડી રમતાં-રમતાં......આ ઇતિહાસની શાળામાંથી અમારી મૂળ શાળામાં પાછા આવ્યા.ચાલો અમે જોયેલું તે અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ કરેલું કાર્ય જોવા......

           




                 








 








March 13, 2013

Life Skills.....


બાળકોની Life skills ને જાણો...અને વિકસાવો...

  
                                                        
                                 મિત્રો, Life skills  એટલે બાળકોમાં રહેલી એવી કુશળતા કે જે તેની અગામી જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય, બાળકો ફક્ત અને ફક્ત જાણવા ઉત્સુક જ નહિ પણ કંઈક કરવા માટે આતુર પણ હોય છે,આવી આતુરતાનો ફાયદો ઉઠાવી બાળકો પાસે કંઈક એવી પ્રવૃત્તિ કરાવીએ કે તેને નવું કંઈક જાણવાનું મળે, આ તો છોકરાનું જ કામ-આ તો છોકરીઓનું જ કામ એવા વાડોલીયા માંથી બહાર આવી હું બધું જ કરી શકું છું તેવું એક આનંદિત આત્મવિશ્વાસ જગાડીએ . કારણ કે દરેકને પોતાના ફાળે આવેલું કામ અઘરું અને બીજાના ફાળે આવેલા કામની વાત આવે ત્યારે “ ઓહ! એમાં શું ....!!!” નો ભાવાર્થ નાબુદ થાય. મિત્રો બાળપણમાં જો હું કૂકર ખોલ-બંધ કરતાં શીખ્યો હોત તો નોકરીના શરૂઆતના વર્ષોમાં જયારે એકલા રહેવાનું થયું ત્યારે મારે બાજુવાળા બેનને બોલાવવા ન પડ્યા હોત તે મને ત્યારે સમજાયું હતું. બાળક મોટો બની એન્જીનીયર થશે તેવી અપેક્ષાઓ સેવતા હો તો તેની સ્ક્રુ ફીટ કરવાની સ્કીલનો વિકાસ પ્રાથમિક કક્ષાએથી જ કરવો રહ્યો. પ્રાથમિક કક્ષાએથી જ બાળકોમાં અગામી જીવનમાં ઉભી થનારી જરૂરિયાત પ્રત્યે સ્વાવલંબી બનાવવા માટેના પ્રયત્નો રૂપે બાળકની વિવિધ સ્કીલો માટે જરૂરી સમય ફાળવવો જ રહ્યો.. નહિ તો બાળકોની અગામી કારકિર્દીઓ એવી બનશે કે જાણે....... ..
 “સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની લેખિત પરીક્ષામાં પ્રથમ આવનાર બાળકનો જ BMI ઓછો...     

યોગ્ય રીતે ખીલી મારતાં અને સ્ક્રુ ફીટ કરતાં શીખવું ....

કૂકરને યોગ્યરીતે ખોલતાં અને બંધ કરતાં શીખવું.. 



 ઉડી ગયેલા ફ્યુઝ્ને બાંધવો... 


 પંકચર બનાવતાં શીખવું ...







બાળ [આનંદ] મેળો-૨૦૧૩...


જવાબદારી નિભાવવાનો આનંદ-: બાળમેળાનું સંચાલન

                        શાળાના સૌથી ખુશખુશાલ વર્ગખંડો અને સૌથી વધુ કિલકીલારીઓ યુક્ત કેમ્પસવાળો દિવસ એટલે   જ શાળાનો બાળમેળો... આમેય મેળો શબ્દ હોય એટલે આનંદ અને ઉલ્લાસ હોય તે સ્વાભાવિક છે પરંતુ જયારે તે મેળાની આગળ બાળ શબ્દ લાગે ત્યારે તે દિવસ બાળકોનો ન હોય તે કેવી રીતે બને??? દર વર્ષની જેમ આ વર્ષે પણ જયારે બાળમેળાના વિવિધ વિભાગના કાર્યક્રમના આયોજનની વાત આવી ત્યારે અમે [શિક્ષક મિત્રોએ] હાથ પાછા ખેંચ્યા એટલે કે જો પ્રત્યક્ષરૂપે આ ઘટનાનું નિરૂપણ કરો તો તમે એમ પણ કહી શકો કે ...“ અરે!! તમે તો જવાબદારીમાંથી છટક્યા !!   નાપણ એવું નહોતું...પ્રત્યક્ષ ભલે આમ લાગતું હોય પરંતુ પરોક્ષ અમારો ઉદેશ્ય ધોરણ ૮ ના બાળકો કે જે હવે ૧૪ વર્ષ પૂર્ણ કરવાના આરે હતા અને અગામી શૈક્ષણિક કારકિર્દી પ્રત્યેના નિર્ણયો કરવા સક્ષમ બનવાના હતા, તેઓ માટે જવાબદારી નિભાવવાનું એક પ્લેટફોર્મ ઉભું કરવાનો હતો
દરેક સ્ટોર પર બે થી ત્રણ સ્ટોર માસ્ટરો 

તે માટે અમે આનંદમેળાનો પ્રસંગ જ ખૂબ અનુકૂળ લાગ્યો. અમે આ બાળકો સમક્ષ સ્પષ્ટ કહી દીધું કે બાળમેળો કેવી રીતે ઉજવવો- કયા-કયા સ્ટોર અને સ્ટોરની અનુકૂલન મુજબની જગ્યા, જરૂરિયાત મુજબની સામગ્રી- આ બધું તમારે જે તે સ્ટોરના “ સ્ટોર-માસ્ટરો એ જ નક્કી કરવાનું છે.અમે શિક્ષકમિત્રો તો તે દિવસે મેળો માણવા જ આવવાના છીએ. [આ બધી વાત બાળકો સમક્ષની હતી, પરંતુ બાળકોની જાણ બહાર પરોક્ષ પણ અમારૂ એક આયોજન હતું, જેમાં દરેક સ્ટોર દીઠ અઘોષિત એક-એક  શિક્ષક માર્ગદર્શક તરીકે રહેશે અને બાળકોની ગૂંચવણ સમયે એ ભાવે મદદ કરે કે જાણે બાળક પર ઉપકાર કરતાં હોય ] કાગળકામ હોય કે કોલાર્જવર્ક માટી કામ હોય કે રંગમંચ દરેક બાળકને જે તે સ્ટોરની પ્રવૃત્તિ માટેનું મટીરીયલ મળી રહે તેની દેખરેખ રાખવાનું કામ સ્ટોર માસ્ટરોનું હતું. આવા આયોજનના ફાયદા એ હતા કે 

બાળકો પણ પોતે જવાબદાર બની સ્ટોરનું સંચાલન કરતાં હતા,વ્યવસ્થા જળવાતાં અન્ય બાળકો ટોળું નહિ પણ જૂથ બની બદલાતાં રહેતાં જેથી દરેક બાળકોને દરેક સ્ટોરનો લાભ અને અનુભવ મળતો  અને અમે પણ બાળકો સાથે જવાબદારી વહેંચાઈ જતાં દરેક પોતાને ફરજ-યુક્ત હોવા છતાં ફરજ-મુક્તની જેમ મેળાનો આનંદ અનુભવતા... 

જે બાળકોને  ફક્તને ફક્ત મેળાને માણવાનો જ હતો તેવા ધોરણ-૮ સિવાયના બાળકોના આનંદનું વર્ણન તો અશક્ય છે..કદાચ આ ફોટોગ્રાફ્સ તે બાળકોના આનંદ-દર્શનની પૂર્તતા કરે...,પણ હા, અમે પૂર્તતાની ગેરંટી નથી આપતાં હો. તમે જ આ ફોટોગ્રાફ્સ જોઇને નક્કી કરોને..                                        

સ્ટોર-૧-: કલ્પનાઓનો કાગળ... 
ચિત્ર-રંગપૂરણી - કોલાર્જ-કાગળ કટિંગ-ચીટક કામ વગેરે..







સ્ટોર-૨ -:  Play with clay.....

માટીમાંથી સરસ મજાની પ્રતિકૃતિ બનાવો - સમય ફક્ત-૩૦ મિનીટ 







 સ્ટોર-૩-: રંગમંચ...
એકપાત્ર અભિનય - અભિનય ગીત - જોક્સ - ટૂંકી વાર્તા - ઉખાણાં- વેશભૂષા અને ઘણુબધું ...




 સ્ટોર-૪-: minute.....to Win it...
એક મીનીટમાં - ડોલમાં વધુ દડીઓ કોણ નાખી શકે છે?? વધુ દોરડાં કોણ કૂદી શકે છે ???




એક મીનીટમાં- મોટો પત્તા-મહેલ કોણ બનાવી શકે છે?? 



સ્ટોર -૫ જોવા માટે ક્લિક કરો -: "જાતે શીખીએ"