November 30, 2016

ગીવ મી ધ વિંગ્સ ટુ ફ્લાય !!!


ગીવ મી વિંગ્સ ટુ ફ્લાય
ઘટના - :

             જયારે એને શાળા કક્ષાએ ગોળાને સૌથી દૂર ફેંક્યો ત્યારે તેના માતા પિતા ઘરમાંથી ભૂખ દૂર કરવા ઘરથી ૨૦૦ કિલોમીટર દૂર મજુરીકામ માટે ગયેલા હતા, જયારે એને ક્લસ્ટર કક્ષાએ ગોળો સૌથી દૂર ફેંક્યો અને તાળીઓનો ગુંજારવ થયો ત્યારે પણ ઘરમાં કોઈને ખબર નહોતી. ગોધરા જેવા પ્રમાણમાં મોટા કહી શકાય તેવા તાલુકા કક્ષાએ પણ પ્રથમ ક્રમાંકે રહી, ત્યારે પણ ઘરે રહેતા તેના દાદીને માત્ર તેગોધરે રમવા જઈ !” એટલી ખબર હતી. ખેલમહાકુંભમાં જીલ્લા કક્ષાએ ભાગ લેવાના પણ એની દાદી માત્ર એટલું સમજતા હતા કે કાલે ગોધરે રમવા જવાની !
        
એના ઘરમાં માત્ર હંસા જાતે સમજતી હતી કે જીલ્લામાં ગોળા ફેંકમાં ત્રીજા નંબરે સંયુક્ત રીતે આવી એટલે શું !” ઘરે રહેતી દાદી, પરણાવી દીધેલી મોટીબેન અને કામ અર્થે બહારગામ રહેતા માતા-પિતા માટે તો સાહેબે જે શીખવાડ્યું બરોબર હશે ! અને બરોબરમાં અમે માત્ર એના હાથમાં ગોળો આપ્યો અને કેવી રીતે ફેંકવો શીખવ્યું બાકી મહાવરો તો એનો ગોળો એના ઘેર આપી દીધો કે ઘેર પ્રેકટીસ કરજે ! એના ઘરની સ્થિતિ જોતા અમને હતું કે ઘરે જઈ એને ક્યાંથી સમય મળવાનો ? પણ આપણી નકારાત્મક ધારણાઓને જો હકારાત્મક આશાઓથી હરાવી શકીએ તો દરેક જગ્યાએહંસા નાયકમળવાની ! એનું પોતાનું આકાશ છે , આપણે જો આકાશમાં ઉડવાની પાંખો આપી શકીએ તો !!!
                                               ઘટના :
                  
શોર્ટ નોટીસમાં મોર્નિંગ એસેમ્બલીમાંઆઈડિયા કોમ્પીટીશનનો આઈડિયા આપ્યો સાંજે શાળા છૂટતા પહેલા તમારા આઈડીયાઝ આપી દેવાના શરત સાથે ! 
છઠ્ઠા ધોરણના વૈભવને :૦૫ પૂછ્યુંલખ્યો ?” બેફિકરાઈના, નથી લખ્યો પણ આઈડિયા છે !” “છે ? તો લખી નાખ લખી ને ઘેર જજેઉભડક લખેલો આઈડિયા આપી ગયો. શાળાના ૩૦ જેટલા  વિદ્યાર્થીઓએ ૫૦ જેટલા જુદા જુદા આઈડીયાઝ આપ્યા. બધા સ્કેન કરી આઈ.આઈ.એમ. અમદાવાદ મેઈલ કર્યા. અને બીજા દિવસે વળતો જવાબ મળ્યો કે ૧૫/૧૦ ડૉ. .પી.જે. અબ્દુલ કલામની યાદમાં ઉજવવાના ચિલ્ડ્રન ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે નિમિતે આઈ.આઈ.એમ. અમદાવાદ ખાતે આઈડિયા શેરીંગ માટે ધોરણ- વૈભવપૂરીની પસંદગી થઇ છે !”
અમને સમજાતું હતું કે ગૌરવશાળી તક છે. એના ઘરે જઈ વાત કરી તો એમને માટે તોસાહેબ જોડે અમદાવાદ જવાનો છે !” પૂરતું છે !  બંને ઘટનાઓ અમને અમારી જવાબદારી સમજાવી ગઈ કે વિદ્યાર્થી જેવી પણ આર્થિક-સામાજિક વિષમતામાંથી શાળામાં આવે પછી અમારે એના કૌશલ્યને ઓળખવું રહ્યું !
જાણે કહી રહ્યા છેગીવ મી વિંગ્સ ટુ ફ્લાય, આઈ હેવ માય ઓઉન સ્કાય !