June 01, 2012

BALA.........

é......BALA  [Building As Learning Aid ] ......é

શિક્ષણ સાથે આજકાલ કેટલાક વાક્યો ખુબ સંભાળવા મળે છે દીવાલો સાથે દીવાલ બહારની શાળા !
વર્ગખંડની દીવાલ બહાર પણ શિક્ષણ છે....પુસ્તકથી પર થઈને જ્ઞાન મેળવવાના પ્રયત્નો થવા જોઈએ.
બાળકને શીખવવાને બદલે તે શીખતો થાય તેવા પ્રયત્નો થવા જોઈએ.
આ બધા વિચારોને એક સામાન્ય શાળામાં લાગુ કરવા માટે કેટલાક ફેરફાર કરવા પડે. ફેરફાર શાળા, સિસ્ટમ, શિક્ષક પક્ષે, વાલી પક્ષે હોઈ શકે. (વધુ વિગતો માટે જુઓ : nvndsr.blogspot.com )
આ બધામાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવા જેવી જગ્યા છે...શાળાની ઈમારત ! શાળાના ઈમારતમાં શીખવામાં મદદરૂપ થઇ શકે તેવી શક્યતાઓ શોધવાની તક એટલે - Building as Learning Aid (BALA)
અમારી શાળામાં “બાલા” પછી જોયેલા કેટલાક ફેરફાર..
 Ø બાળકો પોતાની આસપાસની ભૌતિક દુનિયા સમજવા શાળાની વસ્તુઓનો ઉપયોગ કરી શકે.જેમકે..હવેકોની ઊંચાઈ વધારે છે ?” ની શરતની ખાતરી શાળાના કમ્પાઉન્ડમાં થઇ જાય... હું પાંચ કિલો ઉચકી શકું છું... હું ખુરશી ઉંચી કરી તેની પર લખેલા વજનથી જાણી શકું છું !
Ø અંકોની ઓળખ,ગણતરી અને સમજ ને પોતાની આસપાસની વસ્તુઓમાંથી પ્રાપ્ત કરવા.છાપેલા કે લખેલા નહિ.. તો અંકો પર કુદી શકાય, બેસી શકાય અને રોજ તેની મદદથી નવું નવું રમી શકાય.
Ø  ભાષાનો ઉપયોગ કરવો પડે તેવી સ્થિતિ શાળામાં કોઈ પણ જગ્યાએ હોય. ભગતસિંહ છે? કોની પુછડી છે? કઈ લાગણી બતાવતો ચહેરો છે ? જેવા સવાલો હવે દીવાલો પર વિખરાયેલા છે.
Ø શીખવવું ને શીખવામાં બદલવારમીએ છીએ, ગણીએ છીએ, સાપ સીડી રમતાં-રમતાં સાપ ગળે નહિ તે માટે...”બે પડજો...બે પડજોની પ્રાર્થના કરીએ છીએ ! હા અમે શીખીએ છીએ !

અમારી શાળામાં Building ALearning Aid અંતર્ગતના અમારા વર્ગખંડોના બારણા, બારીઓ, થાંભલા, દીવાલો, નકશાઓ, રસ્તો, ફન-વે આ બધું આપ વિવિધ ભાગમાં ક્લિક કરી જોઈ શકો છો.